સિદ્ધાચલ મારો સિદ્ધાચલ પ્યારો,

મને સિદ્ધશિલાએ લઈ જનારો,

આદિનાથ મારો આદિનાથ પ્યારો,

સર્વ જીવોના હૈયાનો ધબકારો,

મારો રક્ષણહાર મારો તારણહાર,

મારા આતમને શુદ્ધિ દેનારો,

ગિરિરાજ, ગિરિરાજ, ગિરિરાજ, ગિરિરાજ,

ગિરિરાજ, ગિરિરાજ… જય ગિરિરાજ

આદિનાથ,આદિનાથ, આદિનાથ, આદિનાથ,

આદિનાથ, આદિનાથ.. જય આદિનાથ…. ॥૧॥

તું મારો નાથ છે, તું મારો સાથ છે,

તારા નામે વહે જીવનધારા,

તું મારો સાજ છે, તું જ સંગાથ છે,

તુજથી થાવું મારે ભવપારા…

તારી કૃપાથી ઠરે વિકાર,

તારી ભક્તિથી સઘળું સાકાર,

તુજમાં ભીંજાઉં હું અનરાધાર,

તારામાં થઈ જાઉં એકતાર..

મારા હર એક શ્વાસમાં રહે તું,

રોમે રોમે આનંદ ભરે તું,

જેવો છું એવો સ્વીકારે મને તું,

તારા સ્નેહે શણગારે મને તું..

સિદ્ધાચલ મારો સિદ્ધાચલ પ્યારો…. ॥ર॥

Shares:
Leave a Reply

Your email address will not be published. Required fields are marked *