માતા ત્રિશલા ઝુલાવે

પુત્ર પારણે રે, 

ગાવે હાલો હાલો

હાલરવાના ગીત 

સોના-રુપાને વળી રતને

જડિયુ પારણુ રે,

 રેશમ દોરી ઘુઘરી વાગે

છુમ છુમ રિત 

હાલો હાલો હાલો હાલો

મ્હારા નંદને રે ૧. .

 

જિનજી પાર્શ્વ પ્રભુથી

વરશ અઢીસે અંતરે, 

હોંસે ચોવિસમો તીર્થંકર

જિન પરિમાણ,

 કેશી સ્વામી મુખથી

એવી વાણી સાંભળી, 

સાચી સાચી હુઈ તે

મ્હારે અમૃત વાણ 

હાલો હાલો હાલો હાલો

મ્હારા નંદને રે ૨. .

 

ચૌદે સ્વપ્ને હોવે

ચક્રિ કે જિનરાજ, 

વિત્યા બારે ચક્રી

નહી હવે ચક્રિરાજ,

 જિનજી પાર્શ્વ પ્રભુના

શ્રી કેશી ગણધાર, 

તેહને વચને જાણ્યા

ચોવિસમા જિનરાજ,

 હાલો હાલો હાલો હાલો

મ્હારા નંદને રે ૩. .

 

મ્હારી કુખે આવ્યા

ત્રણ ભુવન શિરતાજ,

 મ્હારી કુખે આવ્યા

તારણ તરણ જહાજ, 

મ્હારી કુખે આવ્યા

સંઘ તીરથની લાજ,

 હુ તો પુણ્ય પનોતી

ઇંદ્રાણી થઈ આજ, 

હાલો હાલો હાલો હાલો

મ્હારા નંદને રે ૪. .

 

મુજને દોહલો ઉપન્યો

બેસુ ગજ અંબાડિયે, 

સિંહાસન પર બેસુ

ચામર છત્ર ધરાય, 

એ સહુ લક્ષણ મુજને નંદન !

ત્હારા તેજના, 

તે દિન સંભારુ ને

આનંદ અંગ ન માય, 

હાલો હાલો હાલો હાલો

મ્હારા નંદને રે ૫. .

 

કરતલ પગતલ લક્ષણ

એક હજાર ને આઠ છે, 

તેહથી નિશ્ચય જાણ્યા

જિનવર શ્રી જગદીશ, 

નંદન જમણી જાંઘે

લાંછન સિંહ બિરાજતો, 

મેં તો પહેલે સ્વપ્ને

દિઠો વિસવાવીસ, 

હાલો હાલો હાલો હાલો

મ્હારા નંદને રે ξ..

 

નંદન નવલા બંધવ

નંદિવર્ધનના તમે, 

નંદન ભોજાઈઓના

દિયર છો સુકુમાલ, 

હસસે ભોજાઈઓ કહી

દિયર મ્હારા લાડકા, 

હસસે રમશેને વળી

ચુંટી ખણશે ગાલ,

 હસસે રમશેને વળી

ઠુંસા દેશે ગાલ,

 હાલો હાલો હાલો હાલો

મ્હારા નંદને રે ૭..

 

નંદન નવલા ચેડા

રાજાના ભાણેજ છો,

 નંદન નવલા પાંચસે

મામીના ભાણેજ છો, 

નંદન મામલિયાના

ભાણેજા સુકુમાલ,

 હસસે હાથે ઉચ્છાળી

કહીને નાના ભાણેજા, 

આઁખોં આંજીને વળી

ટપકુ કરશે ગાલ,

 હાલો હાલો હાલો હાલો

મ્હારા નંદને રે ૮..

 

નંદન! મામા મામી

લાવશે ટોપી અંગલા, 

રતને જડિયા જાલર

મોતી કસબી કોર, 

નિલા પિલાને વળી

રાતા સર્વે જાતી ના, 

પહેરાવશે મામી

મ્હારા નંદ કિશોર, 

હાલો હાલો હાલો હાલો

મ્હારા નંદને રે ૯..

 

નંદન મામા મામી

સુખલડી બહુ લાવશે,

 નંદન ગજુવે ભરશે

લાડુ મોતી ચૂર, 

નંદન મુખડ઼ા જોઈને

લેશે મામી ભામણા, 

નંદન મામી કહેશે

જીવો સુખ ભરપૂર, 

હાલો હાલો હાલો હાલો

મ્હારા નંદને રે ૧૦. .

 

નંદન નવલા ચેડા

મામાની સાતે સતી,

 મ્હારી ભત્રીજી ને

બહેન તમારી નંદ,

 તે પણ ગજુવે ભરવા

લાખણ શ્યાહી લાવશે,

 તુમને જોઈ જોઈ

હોશે અધિકો પરમાનંદ, 

હાલો હાલો હાલો હાલો

મ્હારા નંદને રે ૧૧. .

 

રમવા કાજે લાવશે

લાખ ટકાનો ઘુઘરો,

 વળી સુડા મેના

પોપટને ગજરાજ, 

સારસ, કોયલ, હંસ,

તિતરને, વળી મોરજી, 

મામી લાવશે રમવા

નંદ તમારે કાજ,

 હાલો હાલો હાલો હાલો

મ્હારા નંદને રે ૧૨..…

 

છપ્પન કુમરી અમરી

જળ કળશે ન્હવરાવિયા,

 નંદન તમને અમને

કેલીઘરની માંહી, 

ફુલની વૃષ્ટિ કિધી

યોજન એકને માંડલે, 

બહુ ચિરંજીવો આશીષ

દિધી તુમને ત્યાંહી,

 હાલો હાલો હાલો હાલો

મ્હારા નંદને રે ૧૩..

 

તમને મેરૂગિરી પર

સુરપતિ ઐ ન્હવરાવીયા, 

નિરખી નિરખી હરખી

સુકૃત લાભ કમાય, 

મુખડા ઊપર વારુ

કોટિ કોટિ ચંદ્રમા, 

વળી તન પર વારુ

ગ્રહગણનો સમુદાય, 

હાલો હાલો હાલો હાલો

મ્હારા નંદને રે ૧૪. .

 

નંદન નવલા ભણવા

નિશાળે પણ મુકશુ, 

ગજ પર અંબાડી

બેસાડી મ્હોટે સાજ, 

પસલી ભરશુ શ્રીફળ

ફોફળ નાગરવેલશુ, 

સુખલડી લેશુ

નિશાળીયાને કાજ,

હાલો હાલો હાલો હાલો

મ્હારા નંદને રે ૧૫.. 

 

નંદન નવલા મ્હોટા

થાશોને પરણાવશુ,

 વહુ-વર સરખી

જોડી લાવશુ રાજકુમાર 

સરખે સરખા વેવાઈ

વેવણોને પધરાવશુ, 

વહુ-વર પોંખી લેશુ

જોઈ જોઈને દેદાર, 

હાલો હાલો હાલો હાલો

મ્હારા નંદને રે १६..

 

પિયર સાસર મ્હારા

બેઊ પખ નંદન! ઉજળા,

 મ્હારી કુખે આવ્યા

તાત પનોતા નંદ,

 મ્હારે આંગણ વુઠ્યા

અમૃત દુધે મેહુલા, 

મ્હારે આંગણ ફળીયા

સુર તરુ સુખના કંદ, 

હાલો હાલો હાલો હાલો

મ્હારા નંદને રે ૧૭..

 

ઐણી પરે ગાયુ

માતા ત્રિશલા સૂતનુ હાલરૂ,

 જે કોઈ ગાશે લેશે

પુત્ર તણા સામ્રાજય,

 બિલિમોરા નગરે વર્ણવ્યૂ

શ્રી વીરનુ હાલરુ, 

જય જય મંગલ હોજો

દીપવિજય કવિરાજ,

 હાલો હાલો હાલો હાલો

મ્હારા નંદને રે ૧૮..

Shares:
Leave a Reply

Your email address will not be published. Required fields are marked *