એ આત્મોદ્ધારે ચાલી ગયા,

જોડી રહ્યા એ ગુરુકુળવાસ, એ સંસાર આખો છોડી રહ્યાં…

પ્રિય માત–તાત સંતાન છોડી…. એ આત્મોદ્ધારે…

કેસર રૂડા છંટાયા, છાબો એની…

વર્ષોથી સેવેલા સપના, સાકાર કરાવો અહીં…

પ્રભુ આણમાં પળપળ રહી,

ગુર્વાજ્ઞા પાળે અહોભાવે, એ આત્મોદ્ધારે….

વિધિ સુંદર નંદિની, સંસાર નિકંદીની,

જુઓ ધારા સદીઓની, હરપળ આનંદીની,

મુંડાયું એનું મન, બન્યા હવે શ્રમણ,

પામ્યા સંયમ જીવન, કરશે સાધના ઉજ્જવળ…. પ્રભુ આણમાં….

નામની કામના ખૂંચે,ગુરુ કેશને લૂંચે,

ભાવ એના ચડે ઊંચે, ગુરુ નિશ્રા ના મુંચે,

અરે! એના સત્વથી,હૈયા સૌના હરશે (હર્ષે),

જિનાગમ શ્રુત પામી, એ જયન્ત પદ વરશે… પ્રભુ આણમાં….

Shares:
Leave a Reply

Your email address will not be published. Required fields are marked *